Style Switcher
Layout Style

Fullwidth

Boxed

Navigation

Static

Sticky

Primary Color Skins
  • No1 : Asias’s Largest Crusing Capacity Co.Op. Sugar Factory
  • sfbardoli@hotmail.com
  • sfbardoli@yahoo.co.in
P.O.Sardar Baug,Baben,

Bardoli,GJ,IND-394602

+(91) 02622 220170

+(91) 02622 220172

 (fax) 02622 220443

Benefits

:: ખેતી વિભાગમાં શેરડી વિકાસને લગતી વિવિધ પ્રવૃતિઓ ::

✤ શેરડીના પાક માટે દક્ષિણ ગુજરાત પેનિનસ્યુલર ઝોન માં આવતો હોય એટલેકે સદર પાક માટે સાનુકૂળ તાપમાન , સુર્યપ્રકાશ , ગરમ ભેજવાળું વાતાવરણ એને માફકસર કુદરતી વરસાદ મળી રહેતો હોય સારી ગુણવત્તાવાળું ઉત્પાદન મળી રહે તે ખુબજ જરૂરી છે.

૦૧ .શેરડી બીજ વૃદ્ધીકરણ કાર્યક્રમ

✤ શેરડી ના ઉત્પાદનમાં બીજ મહત્વનું પરિબળ છે.સારું રોગમુક્ત શુદ્ધ અને અપરિપક્વ ૮ થી ૧૦ માસનું બીજ વાપરવાથી ઉત્પાદન તથા ગુણવત્તા બંને જળવાય રહે છે , જે માટે આપણે નીચે મુજબના કાર્યક્રમ ચલાવીએ છે.

(અ) ટીસ્યુકલચર લેબોરેટરી

✤ લેબોરેટરી માંથી ટીસ્યુ છોડ બનાવી સસ્તા દરે સભાસદો ને આપવામાં આવે છે .જેનાથી રોગમુક્ત બિયારણ (એફ) મળે છે .જેમાંથી થતું (એફ-૧) રોપાણનું બીજ સભાસદો ને જરૂરીયાતમુજબ આપવામાંઆવે છે તેમજ સભાસદો પોતાને માટે બિયારણ તૈયાર કરે છે ટીસ્યુકલચર પધ્ધતીથી બનેલ (એફ- ૧ ) બીજ પ્લોટમાં એક વીંઘુ જમીન એક ટન બિયારણ થી રોપાય છે જેથી ખર્ચ માં બચત થાય છે એને ટૂંકા સમયમાં નવી જાતોનું બીજ વૃદ્ધીકરણ ખુબ ઝડપથી કરી શકાય છે.

(બ) હોટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ

✤ આંજીયો , લામવાતા , ઘસિયા જદા એને કંઈક અંશે બીજજન્ય રોગોને નિયંત્રણમાં લેવા શેરડી ના બે થી ત્રણ આંખના ટુકડા પાડી પર (બાવન ) ડિગ્રી સે . તાપમાને ૧ કલાક ગરમ વર્ડની માવજત આપી ફુગનાશક દવાનો પટ આપી ખેડૂતો ને રાહત દરે બિયારણ આપવામાં આવે છે.

(ક) બીજ વિતરણ

✤ સંસ્થા મારફત સભાસદો ને અનુક્રમે એફ -૧ એચ .ટી ,પ્લોટ અને ડિસેમ્બર થી માર્ચ સુધી માં સારા બીજ લાયક પ્લોટમાંથી બીજનું વિતરણ સભાસદો ની જરૂરિયાત મુજબ ઉપરોક્ત કેટેગરી ના પાછળ ના માસ થી પસંદ કરેલ કુમળું બીજ આપવામાં આવે છે.

(ડ)

✤ શેરડી સંશોધન કેન્દ્ર જેવા કે સેન્ટ્રલ સુગરકેન રિસર્ચ સ્ટેશન ,પાડેગાર્વ ,વસંતદાદા સુગર ઇન્સ્ટિટ્યૂટ , પુના ,મુખ્ય શેરડી સંશોધન કેન્દ્ર ,નવસારી અને શેરડી શેરડી પ્રજનન કેન્દ્ર કોઇમ્બતુર થી દર વર્ષે નવી-નવી આશા સ્પદ શેરડી ની જાતોનું સંસ્થા ફાર્મ ખાતે ચકાસણી કરી સભાસદો ને શુદ્ધ બિયારણ વિતરણ કરવામાં આવે છે.

૦૨. બાયોકંટ્રોલ લેબ

✤ શેરડીથી મુખ્ય નુકસાન કરતી જીવતો પૈકી વેધકો મુખ્ય છે. શેરડીમાં આવતા ગાભમારો અંતરગાંઠ વર્ધક એને મૂળ વેધકો નિયંત્રણ કરવા ટ્રાઈકોગામા ચીલોનીશ તથા ટોપ -શૂટ બોરરને નિયંત્રણ કરવા ટ્રાઈકોગામા જેપોનિકમ જેવી પરોપજીવી જીવાત ના ઈંડા નો સંસ્થાની લેબોરેટરી માં ઉત્પાદન કરી કાર્ડ બનાવી વિનામૂલ્યે સભાસદો ના શેરડીના ખેતરોમાં છોડવામાં આવે છે.

૦૩ સોઇલ તેમજ વોટર ટેસ્ટિંગ લેબોરેટરી

✤ જમીન ની પી.એચ.ઈ.સી અને જમીનમાં રહેલ પોષક તત્વો શેરડી ના પાક માટે જરૂરી હોય જેવા કે મુખ્ય ગૌણ અને સૂક્ષમ તત્વોની જાણકારી અને સલાહભર્યો ઉપયોગ થઈ શકે એ માટે સંસ્થા ના સ્ટાફ દ્વારા વાસેલ ખેતરો માંથી જમીનના એકત્રિત કરી સંસ્થા ની લેબોરેટરી માં પૃથ્થકરણ કરી અહેવાલ પહોંચતા કરવામાં આવે છે .જેથી ભલામણ મુજબ ખાતર આપી શકાય અને બિનજરૂરી ખાતરનો ખર્ચ ઘટાડી શકાય .આ ઉપરાંત બોરવેલનું પાણી પણ પિયત લાયક છે કે કેમ તેની ચકાસણી કરી આપવામાં આવે છે .આ સગવડ વિનામૂલ્યે ઉપલબધ છે .સભાસદો ને મહત્તમ લાભ લેવા ભલામણ છે.

૦૪. બાયોકંપોસ્ટ

✤ સંસ્થા ની આડ પેદાશ તરીકે નીકળતા પ્રેસમડ ,ફ્લાયેસ અને ઈ.ટી .પી સ્લરી નો ઉપયોગ કરી વિવિધ બેક્ટેરિયલ અને ફૂગ ના ક્લચર વડે ડી -કમ્પોસ્ટ કરી બાયોકંપોસ્ટ બનાવવા આવે છે અને " નહિ નફો ,નહિ નુકસાન " ના ધોરણે સભાસદો ને જરૂરિયાત મુજબ વિતરણ કરવામાં આવે છે .આ ઉપરાંત એનરિચ બાયોકંપોસ્ટ (૫૦ કી .ગ્રા બેગમાં ) બનાવાય છે .જેમાં જૈવિક ખાતરો જેવોકે નાઇટ્રોજન ,ફોસ્ફરસ પોટાશ અને શેરડીના સુકારા રોગ ના જૈવિક નિયંત્રણ માટે જૈવિક ફુગનાશક તથા અન્ય તત્વો ઉમેરાય છે.

✤ સેન્દ્રીય ખાતર વધતા જતા ભાવ ,છાણીયા ખાતર ની અછત ના સંજોગો માં આ બાયોકંપોસ્ટ સસ્તું અને ખુબજ સારી ગુણવત્તા વાળું છે જમીન ના ભૌતિક ,રસાયણ અને જૈવિક ગુણધર્મો નો સુધારો કરી જમીન ને ફળદ્રુપ બનાવે છે અને શેરડી પાક માં ઉત્પાદન સારું અને ગુણવત્તા વાળું મળે છે સભાસદો વધુમાં વધુ ઉપયોગ કરે એવી ભલામણ છે.

૦૫. વર્મીકંપોસ્ટ

✤ સંસ્થા ની આડ પેદાશ તરીકે નીકળતા પ્રેસમડ ,અને શેરડીની રાળ (કચરો ),છાણ કોહળાવી અળસિયા મારફત વર્મી કંપોસ્ટ બનાવવામાં આવે છે અને રાહત દરે સભાસદો ને વિતરણ કરવામાં આવે છે આ વર્મીકંપોસ્ટ શેરડી ના ઉભા પાકમાં વાપરવાથી શેરડીનું ઉત્પાદન સારું મળે છે અને જમીનની ફળદ્રુપતા વધે છે.

૦૬. ડ્રીપ ઇરીગેશન પદ્રતિ

✤ સભાસદે ડ્રીપ ઈરિગેશન (ટપક સિંચાઇ) પદ્ધતિ વધુ અપનાવે એ માટે સંસ્થાએ પ્રોત્સાહનરૂપે એકરે રૂ|. ૨૦,૦૦૦/-, ૭% નાં વ્યાજે પ્રથમ ત્રણ વર્ષમાં પીલાણમાં આવનાર શેરડીનાં પેમેન્ટમાંથી વસુલાત લેવાની શરતે લોન આપવામાં આવે છે. ઓછા ખર્ચે સારૂ શેરડીનું ઉત્પાદન મળે છે. સભાસદશ્રીઓને વધુમાં વધુ આ પધ્ધતિનો ઉપયોગ કરવા ભલામણ છે.

૦૭. ફાર્મ પ્રવૃતિ.

✤ સંસ્થા પાસે બાબેન ફાર્મ (એ. ૩૫.૦૮ ગુંઠા) તથા સ્વરાજ આશ્રમ તાજપોર ફાર્મ (એ.૩૭.૨૧ ગુંઠા) આવેલા છે. જેમાં આશાસ્પદ જાતોનું વૃદ્રિકારણ, નવસારી કૃષિ યુનિવર્સિટી અને શેરડી પ્રજનન કેન્દ્ર- કોઇમ્બતુરના અખતરાઓ ગોઠવવામાં આવે છે. ત્યાં ૧૦,૧૧ અને ૧૨ મહિને શેરડીની ગુણવત્તા ચકાસવા સેમ્પલ લઈ પૃથ્થકરણ કરી આપણા વિસ્તારને અનુરૂપ જાતોનું બીજ વૃદ્રિકારણકરવામાં આવે છે. આમ ઉપરોકત અખતરાઓ માંથી સારી નીવડેલ જાતોનું બીજ સભાસદોને વિતરણ કરવામાં આવે છે.

૦૮. જંતુનાશક/ ફૂગનાશક દવા સ્ટોર

✤ જંતુનાશક, નિંદામણનાશક અને ફુગનાશક દવાઓ તેમજ બાયોફર્ટિલાઇઝર સસ્તા દરે ઉપલબ્ધ કરવામાં આવે છે.

૦૯. નિતાર વ્યવસ્થા

✤ સંસ્થાના તથા અન્ય ભાડે મેળવીને ૧૧ જેટલા એસ્કેવેટરથી સભાસદોની જમીનની નિતાર- શકિત વધારવા ખેતર ફરતે કાઢા કાઢવા માટે રાહત ભાવે એસ્કેવેટર આપવામાં આવે છે.

૧૦. ગુજરાત સરકારશ્રીની અન્ય યોજનાઓ જેવી કે

૧) એન. એફ. એસ. એમ. કોર્મશીયાલ ક્રોપ શેરડી યોજના.

૨) સામુહિક ઉંદર નિયંત્રણ.

૧૧. શેરડી રોપાણ માટે પાયાનાં સિદ્ધાત.

૧) પડતર જમીન હોય તો લીલો પડવાશ કરવો અને સંસ્થાનું બાયોકમ્પોસ્ટ નાંખી જમીન તૈયાર કરવી.

૨) શેરડી લાંબાગાળાનો પાક હોવાથી, ઉંડી ખેડ અવશ્ય કરવી.

૩). ભલામણ મુજબનું વાવણીનું અંતર રાખવું.

૪) દરેક સભાસસોએ પોતે તૈયાર કરેલ ૮ થી ૧૦ માસનું અપરિપક્વ બીજનો રોપણી માટે ઉપયોગ કરવો અને શેરડી બીજના બે થી ત્રણ આખના ટુકડાને ફૂગનાશક અને જંતુનાશક દવાની માવજત કરી રોપાણ કરવું જોઈએ.

૫) પાયામાં રાસાયણિક ખાતર અને જંતુનાશકનો ભલામણ મુજબ ઉપયોગ કરવો. અને રાસાયણિક ખાતરના ભલામણ થયેલ બધા હપ્તા ૨૦૦ થી ૨૫૦ દિવસમાં પૂર્ણ કરવા.

૬) જમીનની પ્રત તથા પિયાતને ધ્યાનમાં રાખી સંસ્થાએ માન્ય કરેલ માસ મુજબ શેરડી જાતોનું રોપાણ કરવું.

૭) શેરડી ઉગી ગયા બાદ સમયસર નીંદામણ નિયંત્રિત કરવું, તેમજ રોગ-જીવાતનું નિરીક્ષણ કરતાં રહેવું.

૮) આજીય, ઘાસિયા જડા તથા ગાભમરાની અસરગાળા છોડનો નાશ કરવો.

૧૨. લામ પાક માટે.

૧) રોપાણની કાપણી થયા બાદ રાળ સળગાવવી અગર જમીનમાં દબાવવી. ભોંય સપાટ ખૂંટા મારવા.

૨) ખૂંટા પર ભલામણ મુજબ ફૂગનાશક, જંતુનાશક દવા અને યુરિયાનું મિશ્રણ રેડવું.

૩) ૨’ કે તેથી વધારે ખાલ હોય તો શેરડી તુણી લેવી.

૪) જેડીયાની નજીક ખેડ કરી જુના મુળ તોડવા, ભલામણ મુજબ સેન્દ્રીય તેમજ રાસાયણિક ખાતર આપવા, જરૂરિયાત મુજબ પિયત આપવું.

૫) રાસાયણિક ખાતરનાં બધા હપ્તા ૧૫૦ થી ૨૦૦ દિવસમાં પૂરા કરવા.

✤ ૮ થી ૯ માસના રોપાણ તથા લામ પાકની શેરડીનાં નીચેના સુકા-પાક પાન ઉતારી અને બે ચાસની શેરડી બાંધવાથી ઉત્પાદનમાં વધારો મેળવી શકાય છે.

✤ ઉપર મુજબનાં ખેતકામો ખંતપૂર્વક સમયસર કરવાથી છોકકસપણે સારૂ ઉત્પાદન લઈ શકાય છે.